પ્રસ્તાવના
અખિલ વિશ્વના સ્વામી ભગવાન જગન્નાથના ભવ્ય રીતે શણગારેલા રથો દર વર્ષે દુનિયાભરના અનેક નગરો જેવાં કે લોસ એન્જિલિસ, ન્યૂયોર્ક, વોશિંગ્ટન, ઓકલેન્ડ, કલકત્તા, મુંબઈ, દિલ્હી, વડોદરા, અમદાવાદ, પેરિસ, લંડન વગેરેના રાજમાર્ગો પર વિચરે છે. તેના રાતા અને વાદળી રંગના ઉન્નત ગુંબજ જાણે આકાશને આંબે છે અને આનંદભર્યા ઉત્સવના વાતાવરણમાં મૃદંગ તથા મંજીરાના નાદથી દિશાઓ ગાજી ઉઠે છે. ત્યાં વૃદ્ધ તેમજ યુવાન બધા જ લોકો ઉત્સાહભેર ઉત્તેજના સહિત માર્ગો પર કીર્તન તથા નૃત્ય કરે છે અને એમ લાગે છે કે જાણે બધા આનંદના સાગરમાં તરી રહ્યા છે. –
રથયાત્રા મહોત્સવ ભારત સિવાયના રાષ્ટ્રો માટે જો કે નવો છે, પણ તે દુનિયાનો સતત ઉજવાતો આવેલો સૌથી પ્રાચીન આધ્યાત્મિક ઉત્સવ છે.
જ્યાં સુધી માનવની યાદશક્તિ પહોંચે છે, ત્યાં સુધી જોઈ શકાય છે કે ભગવાન જગન્નાથના રથ બંગાળના ઉપસાગર પર આવેલા પુરીમાં પ્રાચીન કાળથી દર ઉનાળે લાખો ઉત્સાહભર્યા યાત્રાળુઓને આનંદ આપવા માર્ગો પર વિચરે છે.
વર્ષ દરમ્યાન ભગવાન જગન્નાથના વિગ્રહને ભવ્ય મંદિરમાં પૂજવામાં આવે છે. તે મંદિરનું પથ્થરની શિલાઓનું બનેલું ઉન્નત શિખર સમગ્ર પુરી નગરમાં પ્રભુત્વ જમાવતું દેખાય છે. ભગવાનનો વિગ્રહ એ માત્ર મૂર્તિ નથી. તેમના અચિંત્ય સામર્થ્યથી પરમ પ્રભુ અર્ચાવિગ્રહના રૂપે પ્રગટ થવાનું સ્વીકારે છે, જેથી તેઓ પોતાના ભક્તોની પ્રેમભરી સેવાનો સ્વીકારા કરી શકે. આ રીતે અર્ચાવિગ્રહ એ ભગવાનના પોતાનાથી જરા પણ ભિન્ન નથી. વર્ષમાં એક વાર ભગવાન જગન્નાથ તેમના ભવ્ય દબદબા સહિતરથ પરની યાત્રા માણવા અને સહુને દર્શન આપવા બહાર આવે છે.
આ વિશિષ્ટ વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા પુરીના ભવ્ય મંદિરમાં કેવી રીતે થઈ તેની કથા બહુ રસપ્રદ છે. હજારો વર્ષો પહેલાં ઇન્દ્રધુમ્ન નામના રાજાએ ભગવાન કૃષ્ણ, તેમના ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના ખાસ રૂપો કંડારાવવાની ઇચ્છા કરી હતી. સ્વર્ગના દેવોના શિલ્પી વિશ્વકર્માએ એવી શરત સાથે મૂર્તિઓ કંડારવાનું કબૂલ કર્યું કે કોઈએ તેમના કાર્યમાં ખલેલ પહોંચાડવી નહીં. રાજાએ આ શરતનો સ્વીકાર કર્યો અને વિશ્વકર્માએ એક બંધ ઓરડામાં મૂર્તિઓ કંડારવાનો આરંભ કર્યો. એક વખત, જો કે રાજાએ કામની ધીમી ગતિને લીધે અધીરા બની કેટલું કામ થયું છે તે જોવા ઓરડામાં પ્રેવશ કર્યો. તે ક્ષણે વિશ્વકર્મા ત્રણ અધૂરી કંડારેલી મૂર્તિઓ ત્યાં મુકીને અદૃશ્ય થઈ ગયા. રાજાએ જો કે પછી તેની ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા કરી અને તેમની મહાન ઐશ્વર્યસંપન્ન પૂજા કરી. દર વર્ષે તેમણે વિશાળ સરઘસ યોજ્યાં, જેમાં તે દરેક ત્રણ વિગ્રહોને સુંદર રીતે શણગારેલા મોટા રથમાં આરૂઢ કરાવવામાં આવતા હતા..
ત્યાર પછી ૫૦૦ વર્ષ પૂર્વે આ રથયાત્રા મહોત્સવ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની લીલાઓનું કેન્દ્ર બની રહ્યો. ભગવાન ચૈતન્ય ભક્તના રૂપે અવતરેલા ભગવાન કૃષ્ણ પોતે જ હતા. દર વર્ષે ભગવાન ચૈતન્ય પોતાના ભક્તોના સંગમાં રથયાત્રા મહોત્સવ દરમ્યાન કીર્તન અને નૃત્ય કરતા. આજે પણ ચૈતન્ય મહાપ્રભુના અનુયાયીઓ પુરીમાં અને ભારતભરના અન્ય નગરોમાં યોજાતા રથયાત્રા મહોત્સવમાં આતુરતાપૂર્વક ભાગ લે છે. વૈદિક શાસ્ત્રો એમ જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ જે ભગવાન જગન્નાથના દર્શન કરે છે અથવા તેમનો રથ ખેંચે છે તે અપાર આધ્યાત્મિક લાભ મેળવે છે.
આ સદીની શરૂઆતમાં કલકત્તામાં એક નાના છોકરાએ પોતાના પડોશના વિસ્તારમાં રથયાત્રા મહોત્સવની નાની આવૃત્તિનું આયોજન કરવાનું વિચાર્યું. તેના પિતા તેને એક રથ ખરીદવા માટે લઈ ગયા, પણ ત્યાના સુથારોએ માગેલા ઊંચા ભાવને લીધે ખરીદી શક્યા નહીં. ત્યાંથીઘરે પાછા આવતી વખતે રસ્તામાં બાળક રડવા લાગ્યો. ત્યારે એક પ્રતિષ્ઠિત બંગાળી ગૃહિણીએ તેના રડવાનું કારણ પૂછ્યું અને તેણે પોતાનો જુનો રથ આપવાનું કહ્યું. તે રથ સ્વીકારીને પિતા-પુત્રે તેનું સમારકામ કર્યું અને પુરીમાંના મૂળ રથયાત્રા મહોત્સવના રથની જેમ જ તેને શણગાર્યો . પડોશની સ્ત્રીઓએ પ્રસાદ માટે વિવિધ વાનગીઓ બનાવવાનું સ્વીકાર્યું અને આખરે બાળ કે પોતાનો રથયાત્રા મહોત્સવ ઉજવ્યો જેને તેના મિત્રો, સગાંસંબંધીઓ અને પડોશીઓએ માણ્યો.
આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી શ્રીમદ્ એ. સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ એ જ આ બાળક હતા. ભારત બહારના રાષ્ટ્રોમાં શુદ્ધ કૃષ્ણભક્તિનો પ્રચાર સૌ પ્રથમ શ્રીલ પ્રભુપાદે કર્યો. તેઓ ચૈતન્ય મહાપ્રભુથી ચાલી આવતી ગુરુ-શિષ્ય પરંપરામાં અગિયારમા સ્થાને હતા. તેમના જીવનના ૧૯૬૫ થી ૧૯૭૭ સુધીના બાર વર્ષના વાવાઝોડા સમાન આધ્યાત્મિક પ્રચારકાર્યના ગાળા દરમ્યાન તેમણે અમેરિકામાં પ્રવાસો ખેડ્યા અને સમગ્ર પૃથ્વી ફરતે મુસાફરી કરીને વિશ્વવ્યાપી આધ્યાત્મિક આંદોલન પેદા કર્યું, જે હજી વિસ્તરી રહ્યું છે. શ્રીલ પ્રભુપાદે ૧૦૦થી વધુ મંદિરોના સ્થાપના કરી, અનેક પુસ્તકો લખ્યાં તેમજ હજારો શિષ્યોને દીક્ષા આપી. અને એ બધા ઉપરાંત તેમણે રથયાત્રા મહોત્સવની ઉજવણીની શરૂઆત કરાવી, જે તેમને અત્યંત પ્રિય હતી.
શ્રીલ પ્રભુપાદે સૌ પ્રથમ વાર્ષિક રથયાત્રાની ઉજવણી માટે સાન ફ્રાન્સિસ્કો પસંદ કર્યું અને તેમના શિષ્યોને સૂચના આપી, “તમારે મુખ્ય માર્ગ પર સરઘસ કાઢવાનું છે. આ કાર્ય સારી રીતે પાર પાડો. તેઓ આવા જ પ્રકારના સરઘસનું આયોજન દર વર્ષે જગન્નાથ પુરીમાં કરે છે.” સૌથી પહેલો ઉત્સવ સાદી રીતે ઉજવવામાં આવ્યો હતો : ભગવાન જગન્નાથ , ભગવાન બલદેવ અને દેવી સુભદ્રાના વિગ્રહોને હેઈટ એશબરીના માર્ગો પર એક નાના વાહન પર પધારવી નૃત્ય અને કીર્તન કરતા ભક્તોના વૃંદ સહિત લઈ જવામાં આવ્યા હતા ,
priya (verified owner) –
The product is firmly packed.
krishma (verified owner) –
Good quality.
shyam (verified owner) –
easy to understand and read.
Ajay (verified owner) –
Good service.
priyanka (verified owner) –
Very fast delivery.
priyank (verified owner) –
easy to understand and read.
priyanka (verified owner) –
Good quality.
Angel (verified owner) –
The product is firmly packed.
Mateo (verified owner) –
Very well worth the money.
Hayden (verified owner) –
Very well worth the money.
Ryan (verified owner) –
Good service.
William (verified owner) –
Good quality.
Chirag Mistry (verified owner) –
Excellent