પ્રસ્તાવના
જ્યારે આપણે ‘યોગપથ’ જેવા શીર્ષકવાળું પુસ્તક જોઈએ, ત્યારે આપણી સામાન્ય સંશયાત્મક પ્રતિક્રિયા એવી હોય છે કે, “અરે, બધા ઉત્તરો આપવાનો દાવો કરતું એક અન્ય પુસ્તક. એક વધુ ‘જાતે કરી જુઓ’વાળી માહિતી આપતી યોજના” અને આ જાતનો સંશય હાલના સમયમાં ઉદ્ભવે એ જાણે યોગ્ય પણ લાગે છે. અંતિમ હેતુ, આનંદ, જ્ઞાન, મુક્તિ અને મોક્ષ માટેની આપણી સ્વાભાવિક ઇચ્છાઓનો વીસમી સદીમાં સૌથી વધુ ગેરલાભ ઉઠાવાય છે અને તેનાથી એવી સ્થિતિ સર્જાય છે, જે વર્તમાન સમયના એક અધ્યાત્મવેત્તાના મતાનુસાર આત્માને ભ્રષ્ટ કરવા સમાન છે. આ ભ્રષ્ટીકરણ ખરેખર અત્યંત દુ:ખદ પ્રકારનું શોષણ છે. આ શોષણનું દુષ્પરિણામ એવી ભાવશૂન્ય અશ્રદ્ધામાં આવે છે, જે આત્મપૂર્તિની શોધ તથા તેને પ્રાપ્ત કરવાના સાધનો પ્રત્યે વ્યક્તિને નિરુત્સાહિત કરે છે. 90 92 કારણ
અનેક તર્કવિતર્કથી ભરેલાં, બધી વસ્તુઓને સહેલી બનાવી આપવાનો દાવો કરતાં પુસ્તકો કે જે સમસ્યાઓનો આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક ઉકેલ તત્કાળ લાવી આપવાનો દાવો કરે છે, તેનાથી કંટાળેલા વર્તમાન સમયના વિચારશીલ વાચક માટે યોગપથ પુસ્તક એક આવકાર્ય રાહત સમાન બની રહેશે. તેમાં માનવજાતિના આધ્યાત્મિક વિકાસની સૌથી પ્રાચીન પ્રણાલિયાગનું તત્ત્વજ્ઞાન તથા તેના વ્યાવહારિક અભ્યાસનું સુસ્પષ્ટ વિવેચન મળશે.. ( હાલમાં ‘યોગ’ શબ્દ એવું ચિત્ર ઉપસ્થિત કરે છે કે જેમાં કોઈ સૂકલકડી ફકીર વિચિત્ર મુદ્રાઓમાં શરીર વાળીને મૂર્તિસમાન બેઠેલો છે અથવા તો કોઈ અત્યંત સ્થળકાય સ્ત્રી કસરત કરવાનો પોષાક પહેરીને પોતાના માથા પર ઊભારહેવાનો પ્રયત્ન કરી રહેલી છે કે જેથી તેનું સ્વાથ્ય સુધરે, વજન ઘટે અથવા જાતીય શક્તિ વધે. પરંતુ અમારા મતે યોગની વ્યાખ્યા આ નથી. અહીં અમે એક પ્રાચીન દર્શન તથા ધ્યાન પદ્ધતિનો નિર્દેશ કરીએ છીએ, જેનો અભ્યાસ યુગો-યુગોથી લાખો લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. જે યોગ એક સમયે આત્મ-સાક્ષાત્કાર માટે સંપૂર્ણ અને આચરવામાં વ્યાવહારિક પદ્ધતિ હતી. તે આધુનિક સમયમાં દંભી ધ્યાન અને શારીરિક કસરતોની આર્થિક રીતે શોષાયેલી પદ્ધતિ સુધી પતન પામી છે.
આ પુસ્તક ભારતના સૌથી મહાનતમ આધ્યાત્મિક ગ્રંથ ભગવદ્ગીતા પર શ્રી શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ (૧૮૯૬-૧૯૭૭)ના ઐતિહાસિક વાર્તાલાપોની હારમાળા પર આધારિત છે. આ મનોમુગ્ધકારી વાર્તાલાપમાં શ્રીલ પ્રભુપાદ ભગવદ્ગીતાના છઠ્ઠી તથા આઠમા અધ્યાયમાં દર્શાવેલા યોગ-દર્શનનું ગંભીરતાથી વિવેચન કરે છે અને સ્પષ્ટપણે દર્શાવે છે કે આ સમયથી પર એવા ઉપદેશો કઈ રીતે આધુનિક જગતના માનવને લાગુ પડે છે. શ્રીલ પ્રભુપાદ ચેતનાનો સ્વભાવ, ધ્યાનની પદ્ધતિઓ, કર્મ, મૃત્યુ, પુનર્જન્મ તેમજ આધ્યાત્મિક આનંદ જેવા મહત્ત્વપૂર્ણ વિષયો પર ગંભીરતાથી કથન કરે છે. તે ન કે હાલના એક મનોવૈજ્ઞાનિકે ભગવદ્ગીતાને “ઉલ્લેખનીય મનોચિકીન્સિય સત્ર’’ કહ્યું છે. આપણને તે ભગવાન કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર અને તેમના યોદ્ધા-શિષ્ય અર્જુન સાથેના અસાધારણ વાર્તાલાપરૂપે પ્રતીત થાય છે. પોતાના સ્વરૂપ તથા ઉદેશના વિષયમાં ગૂંચવાયેલો અર્જુન કૃષ્ણ તરફ ફરે છે અને તેઓ પોતાના યોગ્ય શિષ્યને ‘યોગપથ’ બતાવે છે. ભગવાન કૃષ્ણના ઉપદેશોનો સાર એ છે કે મનુષ્ય યોગી બનવું જોઈએ, જેનો અર્થ છે, મનુષ્યનું જીવન યોગના અભ્યાસ પર કેન્દ્રિત હોવું જોઈએ. અને આ યોગ શું છે? ‘યોગ’ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ થાય છે, ‘જોડાણ’ અને તે વ્યક્તિગત ચેતના તથા પરમ ચેતના, આત્મા તથા પરમાત્મા, આત્મા તથા ભગવાન વચ્ચેના પ્રેમમયે જોડાણનો નિર્દેશ કરે છે. ભગવદ્ગીતામાં ભગવાન કૃષ્ણ વર્ણવેલી યોગ પ્રક્રિયા નિઃસંદેહ પૂર્ણતાનો માર્ગ છે કારણ કે તેનું લક્ષ્ય સર્વોચ્ચ સિદ્ધિ છે. ગી આ ભગવદ્ગીતામાં આપણને મૂળભૂત ચાર પ્રકારના યોગ વર્ણવેલા મળે છે. કર્મયોગ એવી પ્રક્રિયા છે જેના દ્વારા મનુષ્ય અંગત લાભની સ્વાર્થપૂર્ણ ઇચ્છાથી રહિત થઈને ભગવાન માટે પોતાનું કર્મ કરે છે. જ્ઞાનયોગ દાર્શનિક જ્ઞાનના અનુશીલન દ્વારા આધ્યાત્મિક ચેતના સુધી ઉપર ઉઠવાની પ્રક્રિયા છે. આધુનિક હઠયોગ તો જેની નિ:સત્ત્વ બની ગયેલી આવૃત્તિ માત્ર છે, તેવી અષ્ટાંગ યોગ પદ્ધતિ એ ધ્યાનનો યાંત્રિક અભ્યાસ છે, જે મન તથા ઇન્દ્રિયોને વશમાં કરવા તથા સર્વોપરી પર એકાગ્રચિત્ત થવા માટે છે. આ ત્રણ પ્રકારની યોગ પદ્ધતિઓની પૂર્ણાહુતિ ભક્તિયોગમાં થાય છે જે ભગવાન અર્થાત્ કૃષ્ણ પ્રત્યે નિઃસ્વાર્થ ભાવમય પ્રેમ છે. છઠ્ઠા અધ્યાયના અંતિમ શ્લોકમાં ભગવાન કુષ્ણ પોતે કહે છે, “સર્વ યોગીઓમાંથી જે યોગી અત્યંત શ્રદ્ધાપૂર્વક મને પરાયણ હોય છે, પોતાનાં અંતઃકરણમાં મારું જ ચિંતન કરે છે અને મારી દિવ્ય પ્રેમમય સેવા કરે છે, તે યોગમાં મારી સાથે અત્યંત ગાઢ રીતે સંકળાયેલો છે અને તે બધામાં સર્વોચ્ચ છે.”
યોગપથમાં શ્રીલ પ્રભુપાદ ભક્તિયોગની પ્રક્રિયાનો સુંદર સારાંશ પ્રસ્તુત કરે છે, જેમાં યોગના સમસ્ત રૂપોનો સમાવેશ કરતી આ સરળ પદ્ધતિની વૈશ્વિક સંપ્રયુક્તિ વ્યક્ત થાય છે. તેઓ એ દર્શાવે છે કે આધુનિક ભૌતિકતાવાદી જીવનની જટિલતા તથા અંધાધુંધીમાં ફસાયેલા લોકો પણ એક એવી સરળ પ્રક્રિયાને શુદ્ધ રૂપે કેવી રીતે અનન્સરી શકે છે જે મનને શુદ્ધ કરે છે અને મનુષ્યને સર્વોપરી ચેતનાના સંપર્કમાં લાવી દે છે.
ભૌતિક જગતમાં ભક્તિયોગની પ્રક્રિયાને સર્વસુલભ બનાવવાનું શ્રીલ પ્રભુપાદે આપણાં યુગને કરેલું સૌથી મોટું યોગદાન છે. શ્રીલ પ્રભુપાદ ભારતની પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિ તથા તેના ભાષાશાસ્ત્રીય આધારોની સંસ્કૃત ભાષાના પ્રસિદ્ધ પ્રકાંડ વિદ્વાન હતા. પરંતુ તેઓ માત્ર એવા પાઠશાસ્ત્રીય વિદ્વાન કે દાર્શનિક અથવા ધર્મશાસ્ત્રી ન હતા કે જે રોચક દાર્શનિક કે ધર્મશાસ્ત્રીય માન્યતાઓના નિર્માણ માત્રમાં લાગેલા હોય. તેઓ સાચા અર્થમાં આધ્યાત્મિક
પ્રતિભાશાળી વિદ્વાન વ્યક્તિ હતા જે ભારતની વૈશ્વિક આધ્યાત્મિક વિદ્યાના સારને એવી રીતે જીવન પ્રદાન કરી શક્યા, જેને વીસમી સદીના પુરુષો તથા સ્ત્રીઓ માટે સમજવું તથા વ્યવહારમાં લાવવું સરળ બની શકે. તેઓ એવા પ્રતિભાશાળી વ્યક્તિ હતા, જેમણે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી શ્રી લાલબહાદુર શાસ્ત્રીને
neelesh (verified owner) –
Good quality.
krishma (verified owner) –
Very useful
anuj (verified owner) –
Good service.
prathu (verified owner) –
I recommend this to everyone to read.
anuj (verified owner) –
I recommend this to everyone to read.
Karan (verified owner) –
Good service.
prathu (verified owner) –
I recommend this to everyone to read.
Mateo (verified owner) –
Good service.
Zane (verified owner) –
Good quality.
Mason (verified owner) –
The product is firmly packed.
William (verified owner) –
Good service.
Isaac (verified owner) –
The product is firmly packed.